સારા અલી ખાન જે રીતે એકદમ સ્લિમ અને હોટ જોવા મળી રહી છે તેની પહેલી જ ફિલ્મ કેદારનાથ થી, આટલી તે પહેલા જરાય નહતી. એક સમય એવો પણ હતો કે તે એક ગંભીર બીમારીથી પણ પીડાતી હતી. આ બીમારીના કારણે તેનુ વજન ખુબ વધી ગયું હતું. જેને લઈને તે ખુબ તણાવમાં પણ રહેતી હતી. એક સમય એવો હતો કે તેનું વજન 96 કિગ્રા હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારાને પિઝા ખુબ પસંદ છે અને વજન ઉતારવું તેના માટે જરાય સરળ નહતું. વધતી બીમારીના કારણે તેણે નક્કી કરી લીધુ કે  કોઈ પણ ભોગે વજન ઓછુ કરવું જ જોઈએ. સારાને પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ હતો. જે મોટાભાગે મહિલાઓમાં હોર્મોન્સ પરિવર્તન દરમિયાન થતું હોય છે. અનેકવાર તેનાથી વજન ખુબ વધી જાય છે. ડોક્ટરને મળીને સારાએ પોતાની લાઈફસ્ટાઈલ સંપૂર્ણ ચેન્જ કરવાનું નક્કી કરી લીધુ. તેણે ડાયેટ પર કંટ્રોલ કર્યો. જીમમાં જઈને કલાકો સુધી વર્કાઉટ કર્યું અને માત્ર 3 મહિનામાં 30 કિલોથી પણ વધુ વજન ઓછી કરીને બોલિવૂડમાં જગ્યા બનાવી. 


અખબારના પાનામાં પેક કરેલું ભોજન છે અત્યંત જોખમી, જાણો શરીરને શું નુકસાન થાય


સારાનો વેઈટ લોસ ફંડા
સારા અલી ખાનના જણાવ્યાં મુજબ વેઈટ લોસ કરવા માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે હેલ્ધી ડાયેટ સાથે નિયમિત પણે વર્કાઉટ પણ કરવું જોઈએ. નિયમિત વર્કાઉટથી શરીરની એક્સ્ટ્રા ફેટ બર્ન થાય છે. જો જીમમાં જવું ન ગમતું હોય તો ઘરે પણ સરળ વર્કાઉટ કરીને વજન ઉતારી શકાય છે. 


વર્કાઉટની સાથે સાથે હેલ્ધી ડાયેટ લેવાથી વજન ઓછુ થાય છે. આ માટે જરૂરી છે કે ડાયેટમાં મિનરલ્સ, વિટામિન્સ, ફાઈબર જેવા પોષકતત્વોને આહારમાં સામેલ કરવા. તેનાથી શરીરમાં ફેટ ભેગી થતી નથી અને જમા થયેલી ફેટનું પણ જલદી દહન થાય છે. 


કુલડીમાં કરો દૂધનું સેવન, થશે આ 6 જબરદસ્ત ફાયદા


સ્પોર્ટ્સ એક્ટિવિટીને પણ કરો સામેલ
સારાએ પોતાના વધતા વજનને ઉતારવા માટે પ્લાનમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીને પણ સામેલ કરી. તે હંમેશા પોતાના પરિવારની સાથે લગભગ એકથી બે કલાક સુધી રોજ ટેનિસ રમતી હતી. તેનાથી તે પોતાને એનર્જેટિક અને ફિટ રાખવામાં સફળ નીવડી. જો તમે પણ વજન ઓછું કરવાના પ્રયત્નો કરી રહ્યાં છો તો રોજે રોજ કોઈને કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીનો ભાગ બનો. તેનાથી ઓછા સમયમાં સારું પરિણામ જોવા મળશે. 


સ્વાસ્થ્ય અંગે બીજા લેખ વાંચવા માટે કરો ક્લિક...